Buy Antabuse Online Nizoral Without Prescription Flomax No Prescription Cialis Soft Tabs For Sale Prednisone Generic Buy Lipitor Online Cialis Soft Tabs Without Prescription Erythromycin No Prescription Seroquel For Sale Aldactone Generic

।।રામ રામ।।

શ્રી શબરીકુંભ - 2006

11 ,12 ,13 ફેબ્રુઆરી 2006.
સ્થળ - પંપા સરોવર , સુબીર , જિ. ડાંગ , ગુજરાત.

પિતૃઆજ્ઞાનું પાલન કરવા ભગવાન શ્રીરામ વનવાસી બન્યા. દંડકારણ્ય સ્થિત પચંવટીમાં આવી રાવણે સીતા માતાનું હરણ કર્યુ. સીતાની શોધમાં નીકળેલ શ્રી રામ-લક્ષ્મણ એક દિવસ માતા શબરીનાં આશ્રમે પધાર્યા. વર્ષોથી ભગવાનની આગમનની જોતી શબરી માતાએ પોતાના હર્ષાસુથી પ્રભુના ચરણોનો અભિષેક કર્યો. પ્રભુ શ્રીરામનુ આગમન અને શબરી માતાની ભકિતથી ધન્ય બનેલી ભૂમિ એટલે (શબરી ધામ).

રામાયણનાં પ્રસંગ અનુસાર લાંબા સમયથી ભગવાન રામના આગમનની આતુરતાથી રાહ જોતી ભીલમાતા શબરી સાથે રામ-લક્ષ્મણનું મિલન અને શબરીનાં એંઠા બોર ખાઈને પરમ તૃપ્ત થયેલા શ્રી રામ અને શબરીનો પરમ સંતોષ એ ઐતિહાસીક પ્રસંગ સાથે જોડાયેલ છે. ડાંગ જીલ્લાનું સુબીર ગામ , શબરીધામ પંપા સરોવર અને શબરીનાં ગુરુ માતંગ રૂષિનો આશ્રમ , આવા પવિત્ર સ્થાને શબરી માતાના જન્મ દિવસ શરદ પૂર્ણિમાંએ મેળો ભરાય છે. દૂર દૂર થી વનવાસી બંધુઓ આ મેળામાં પધારી શબરી માતાને યાદ કરે છે. પંપા સરોવરમાં સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે.

વસંત પંચમી (મહાસુદ પાંચમ) એ પ્રભુ રામ અહીં પધારેલા. તેથી આ દિવસે શ્રી રામ અને લક્ષ્મણના આગમનની સ્મૃતિમાં રામ-લક્ષ્મણ યાત્રા ગામડે ગામડે ફરી શબરી ધામમાં પધારે છે અને લોકોત્સવ મનાવવામાં આવે છે. આ ઊત્સવ એ જ શબરીકુંભ. શબરીકુંભ-2006માં નીચે મુજબનાં આયોજનો કરવામાં આવ્યા છે.

કુંભ સ્નાન , કુંભ પુજન , યજ્ઞ , ધર્મ સભા અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ.

  • ધર્મસભામાં માર્ગદર્શન તેમજ આર્શીવચન માટે સંતશ્રી પુ. જગદગુરૂ શંકરાચાર્યજી , વાસુ દેવાનંદ સરસ્વતીજી મહારાજ(જયોતિષપીઠ) , પૂ. સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ , પૂ. સંત શ્રી મોરારીબાપૂ, પૂ. ડો. પ્રણવ પંડયા (ગાયત્રી પરવાર) , પૂ. સાધ્વી શિવાસરસ્વતીજી (કોટા-રાજસ્થાન) , પૂ. જગતગુરૂ શંકરાચાર્યજી શ્રી વિધાનૃસિંહભારતી મહારાજ (કરવીર પીઠ), પૂ. અવિચલદાસજી મહારાજ -આણંદ, ગુજરાત પધારશે.
  • ભારતનાં બધા રાજયોનાં વનવાસી બંધુઓની પરંપરાગત , કલાઓ , ચિત્રકલા , નૃત્યકળા વિ. પ્રદશીત કરશે.
  • સ્વાતંત્ર સંગ્રાંમમાં સહભાગી વનવાસી ક્રાતિકારી તથા સંતો ના જીવનદર્શન આધારીત ચિત્રો.
  • ધર્મ , સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે આજીવન કાર્ય કરનારા વનવાસી બંધુઓનો જીવન પરિચય પ્રદર્શની.
  • રોજ 1 લાખથી વધુઓ શ્રધ્ધાળુઓ પંપા સરોવરમાં સ્નાન કરશે અને કુંભનાં દર્શન કરશે.
  • શબરીધામનાં શ્રધ્ધાળુઓ માટે નાસિક , નવાપુર , બારડોલી , સુરત , આહવાથી પહોંચવા સાર્વજનિક પ્રવાસની વ્યવસ્થા.
  • શબરીધામ શ્રધ્ધાળુઓ ના ભોજન ભોજન માટે ખાસ 7 રસોઈઘરો, 40 નિવાસસ્થાનો સાથે ભોજન, રહેવાની તથા આરોગ્ય માટે હોસ્પીટલ ની વિશેષ સુવિધા.
  • બગદાણા આશ્રમ સોરાષ્ટ્ર નો ભોજન વિતરણ માટે સહયોગ.
  • કાર્યક્રમ સંપન્ન કરવા તથા ધન રાશિ મેળવવા શ્રી વિમલજી પોદારની અધ્યક્ષતામાં સ્વાગત સમિતિ નિયુકત.
  • શ્રી શબરીકુંભ સમારોહ સમિતિ તથા સ્વાગત સમિતિ સમાજને તન, મન અને ધનથી મદદ કરવા આહવાન કરે છે.